Rajkot-Gondal ચોકડી પર બ્રિજનો જોઈન્ટ છુટો પડી ગયો: વાહન ચાલકો મુશ્કેલીમાં


રાજકોટ, 30 માર્ચ: 2025: રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ રાજકોટ-ગોંડલને જોડતો બ્રિજ આવેલો છે. જેમાં બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો હોવાનું અને લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. વાહનચાલકો અથડાય નહિ તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું. જોકે જાગૃત નાગરિક દ્વારા આ અંગેનો વીડિયો વાઇરલ કરવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે.’
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
રાજકોટમાં રોજ 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા બ્રિજ પર લોખંડનાં જોઈન્ટની પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઉભી થઇ હતી. રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા નવનિર્મિત નેશનલ હાઇવે ઓથોરિટીના બ્રિજની લોખંડની પટ્ટીઓ તૂટી ગઇ છે. થોડા સમય પહેલાં લોકાપર્ણ કરવામાં આવેલા આ બ્રિજનો વીડિયો વાઇરલ થતાં તંત્રમાં હરકત મચી જવા પામી છે. જોઇન્ટની પટ્ટી નીકળતાં અકસ્માતની સંભાવના વધી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ છે.
જાગૃત નાગરિક દ્વારા વીડિયો શેર કર્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રીપેરીંગ ટીમના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિએ લોખંડની પટ્ટીઓ ચોરી કરવાના ઇરાદે આ કૃત્યું કર્યું હોવાની આશંકા છે. વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીનાં ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો..Google Pixel 9aનો પહેલો સેલ, હજારો રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ, જાણો તારીખ અને ઓફર્સ