ટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનમાં પૂરના કારણે પુલ તૂટી પડ્યો, 11નાં મૃત્યુ, બચાવ કાર્ય શરુ

Text To Speech
  • 736 લોકો, 76 વાહનો, 18 બોટ અને 32 ડ્રોન રેસ્ક્યુ માટે મોકલાયા
  • શાંગલુઓ શહેરના ઝાશુઈ કાઉન્ટીમાં સ્થિત હાઇવે પર આવેલો હતો પુલ

બેઇજિંગ, 20 જુલાઈ : ચીનના શાંક્સી પ્રાંતમાં અચાનક આવેલા પૂરના કારણે હાઈવે પર સ્થિત એક પુલ આંશિક રીતે તૂટી પડ્યો હતો. જેના કારણે લગભગ 11 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. એક બચાવ ટીમ પણ ત્યાં મોકલવામાં આવી છે.

શાંગલુઓ શહેરના ઝાશુઈ કાઉન્ટીનો બનાવ

ચીનની સરકારના જણાવ્યા અનુસાર શાંગલુઓ શહેરના ઝાશુઈ કાઉન્ટીમાં સ્થિત હાઇવે પર આવેલ પુલ ગઈકાલે શુક્રવારે સાંજે અચાનક વરસાદ અને ભારે પૂરની સ્થિતિના કારણે તૂટી પડ્યો હતો. વધુમાં ચીનની સરકારના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ પુલ ધરાશાયી થવાને કારણે આજે સવાર સુધીમાં 11 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો : ગરમીનો પ્રકોપ, કચ્છ સરહદે BSF અધિકારી અને જવાને ડીહાઈડ્રેશનના કારણે જીવ ગુમાવ્યો

રેસ્ક્યુ ટીમે નદીમાં પડેલા પાંચ વાહનોને બહાર કાઢ્યા

ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બચાવ પ્રયાસો માટે એક ટીમ મોકલવામાં આવી છે. ચીનની રાષ્ટ્રીય વ્યાપક ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરવા માટે 736 લોકો, 76 વાહનો, 18 બોટ અને 32 ડ્રોન મોકલવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રેસ્ક્યુ ટીમે નદીમાં પડેલા પાંચ વાહનોને બહાર કાઢ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુલ ધરાશાયી થયા બાદ લોકોના જીવન અને સંપત્તિના રક્ષણ માટે વ્યાપક બચાવ અને રાહત પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

ચીનમાં પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ

ચીનમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ચીનની 30થી વધુ નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે. ખરાબ હવામાનને જોતા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી મોટી સમસ્યા મધ્ય ચીનના હેનાન પ્રાંતના શહેરોમાં છે. અચાનક આવેલા પૂરના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ છે.

આ પણ વાંચો : EDની મોટી કાર્યવાહી, હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ, જુઓ શું છે સમગ્ર મામલો

Back to top button