દુલ્હનનો બોયફ્રેન્ડ લગ્નમાં દીવાલ કુદીને પ્રવેશ્યો, સ્ટેજ પર વરને માર્યો અને પછી…
ભીલવાડા, 21 મે: સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક વીડિયો વાયરલ થતા જ હોય છે. ઘણી વખત રમુજી વીડિયો કે કોમેડી વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ આ વખતે એવો વીડિયો વાયરલ થયો છે કે જાણે બોલિવુડની ફિલ્મ ચાલી રહી હોય. લગ્નમાં કંઈક એવું થયું જેની કોઈને અપેક્ષા નહોતી. એક વ્યક્તિ લગ્ન સ્થળ પર વર-કન્યાનો ફોટો ક્લિક કરાવવા માટે તેમની પાસે ગયો. બધાને લાગ્યું કે આ લગ્નની ખુશીનો વીડિયો હશે, પરંતુ અચાનક તે વ્યક્તિ વરરાજાને મુક્કો મારવા લાગે છે, જેને જોઈને ત્યાં હાજર બધા ચોંકી જાય છે. જ્યારે આ ચોંકાવનારી ઘટના બની ત્યારે દુલ્હન અને કેટલાક મહેમાનોએ વરને બચાવવા માટે તરત જ વચ્ચે આવ્યા હતા.
લગ્નમાં આવી પહોંચ્યો કન્યાનો બોયફ્રેન્ડ
સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે કે લગ્નના સ્થળે પૂર્વ બોયફ્રેન્ડ અને વર વચ્ચે કબીર સિંહ જેવો સંઘર્ષ જોવા મળ્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને કન્યા એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અને આ ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં બની હતી. વીડિયો વાયરલ થતાં જ ઈન્ટરનેટ યુઝર્સે આખો મામલો શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી તો કેટલાકે વરને મારવા બદલ તે માણસને કાયર પણ ગણાવ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
Wanna be Kabir Singh kinda Kalesh b/w Ex-Boyfriend and Groom on Wedding Stage (The ex bf and Bride were Teacher in same school) Bhilwara RJpic.twitter.com/OkOiMbs5Yl
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 19, 2024
વીડિયો જોઈ લોકોએ આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને સમાચાર લખાય છે ત્યાં સુધી 10.8 લાખ લોકોએ જોયો છે. વીડિયો જોયા પછી અનેક યુઝર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પોતાની ભૂલને કારણે કોઈ છોકરીને ન મેળવી શકો પછી આ રીતે બીજા પર ગુસ્સો નીકાળવો એ કાયરની નિશાની છે.” અન્ય એક ટિપ્પણી કરી છે કે, “ક્રાઈમ પેટ્રોલનો આ એપિસોડ ગુનાહિત છે અને માસ્ટરમાઇન્ડતો કન્યા જ હશે.” એક યુઝરે એમ પણ પૂછ્યું કે, “હવે આવું કરવાથી શું ફાયદો?”