સમૂહલગ્નના નામે છેતરવાનો ટ્રેન્ડ, રાજકોટ બાદ હવે પેટલાદનો કિસ્સો, જમવાનું અને કરિયાવર ન આપ્યો


પેટલાદ, 03 માર્ચ 2025: રાજકોટમાંથી તાજેતરમાં એક ઘટના સામે આવી હતી, જ્યાં સમૂહલગ્નના આયોજનના નામ પર આયોજકોએ વર અને કન્યાના સપના પર પાણી ફેરવી દીધા હતા. ત્યારે હવે આવો જ વધુ એક કિસ્સો આણંદના પેટલાદમાંથી સામે આવ્યો છે. જ્યાં સમૂહલગ્નના આયોજનમાં જમવાનું અને કરિયાવર ન મલતા હોબાળો થયો હતો. આખરે આ મામલે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. એટલું જ નહીં આ કપલ્સ પાસેથી 21 હજાર રુપિયા પણ લીધા હતા, જ્યારે વ્યવસ્થાના નામે કંઈ હતું નહીં.
વાત જાણે એમ છે કે, આણંદમાં જનમંગલ ચેટીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જેએમ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં 7 કપલનો લગ્નોત્સવ યોજાયો હતો. પણ લગ્ન પ્રક્રિયા પુરી થતાં જમવાની વ્યવસ્થા ન મળતા હોબાળો થયો હતો. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા આવો જ એક કિસ્સો રાજકોટમાંથી પણ સામે આવ્યો હતો. જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરી આયોજકો ફરાર થઈ ગયા હતા. જેના કારણે 28 કપલ રઝડી પડ્યા હતા. બાદમાં રાજકોટ પોલીસ અને અગ્રણીઓએ આગળ આવી આ કામ પાર પાડ્યું હતું. બાદમાં સરકારે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મોટો ઝટકો: ગુજરાતમાં હવે જન્મ-મરણનો દાખલો લેવા વધારે ફી આપવી પડશે, સરકારે કર્યો ધરખમ વધારો