ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ડબલ એન્જિન સરકારમાં લાંચિયા સરકારી અધિકારીઓ પર લાલ આંખ, સુરતમાં ACBનો સપાટો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભાજપની ભવ્ય વિજય થઇ છે. ત્યારે હવે લાંચિયા અધિકારીઓ પર એસીબીએ સકંજો કસયો છે. જેમાં ગુજરાતમાં કોઇપણ ખૂણે લાંચ લેતા અધિકારી બચી સકશે નહિ. તેવામાં આજે સુરત ખાતે દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજપેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક વર્ગ-2, અને જુનિયર કલાર્ક વર્ગ-3 ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પરિણામ ભલે 8 ડિસેમ્બરે આવ્યું પણ ‘હમ દેખેંગે ન્યૂઝે’ ત્રણેય ચૂંટણીનું ભવિષ્ય ભાખ્યું હતું

મેળા પીપળામાં 5.40 લાખની લાંચ માંગી

સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજપેટે આરોપી પરમાર કવસિંગભાઇ જાલાભાઈ (સહાયક માહિતી નિયામક વર્ગ-2), અને જુનિયર કલાર્ક વર્ગ-3 સતિષભાઈ દયારામ જાદવએ એકબીજાના મેળા પીપળામાં 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.

ઝેરોક્ષની દુકાન પસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા

આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી બંને આરોપીઓને નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાન પસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે એસીબીની ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

Back to top button