ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આવો તે કેવો શોખ ! યુવતીએ કરાવ્યા જીભના 2 ટુકડા

Text To Speech

કહેવાય છે ને કે શોખ બડી ચીજ હૈ. કંઈક આવું જ જોવા મળ્યું છે કેલિફોર્નિયામાં. અહીં રહેતી બ્રાયના મૈરી શિહાદેહ નામની એક યુવતીએ પોતાના અજીબો-ગરીબ શોખ માટે એવી હરકત કરી નાંખી સૌ કોઈ બોલી ઉઠ્યા આવો તે કેવો શોખ !

એકસાથે બે સ્વાદ લેવા જીભના 2 ટુકડા
બ્રાયના એક ડ્રેડલૉક આર્ટીસ્ટ છે, જેણે શરીરમાં બદલાવનો શોક છે. તેણે ઑપરેશનની મદદથી પોતાની જીભના 2 ટુકડા કરાવ્યા છે. બ્રાયના એક જ સમયે એકસાથે બે અલગ-અલગ ચીજ-વસ્તુઓનો સ્વાદ લઈ શકે તેની માટે પોતાની જીભ સાથે આ નવો અખતરો કર્યો છે.

આવો તે કેવો શોખ !

આ હરકતથી બ્રાયના રાતો-રાત ફેમસ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 2 લાખ 28 હજાર પર પહોંચી ગઈ છે. જો કે, પોતાની જીભના 2 ટુકડા કરાવ્યા પછી બ્રાયના એક સાથે બે અલગ-અલગ ચીજ-વસ્તુઓનો સ્વાદ માણી શકે છે. બ્રાયનાએ તેના ફોટોસ પણ શેર કર્યા છે. જેમાં તે એક જ સમસેય સોફ્ટ ડ્રીંક અને પાણી પીતી દેખાઈ રહી છે.

સોફ્ટ ડ્રીંક અને પાણીનો એકસાથે ટેસ્ટ કરી બ્રાયના મૈરી શિહાદેહે લખ્યું કે- “આ મારા માઈન્ડને બિલકુલ અલગ લાગી રહ્યું છે” બ્રાયનાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોને અત્યારસુધી 2 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 12 હજારથી વધુ લોકો લાઈક્સ કરી ચૂક્યા છે.

હરકતથી બ્રાયના રાતો-રાત ફેમસ

ખતરનાક છે આ પ્રક્રિયા
મેડિકલ સાયન્સ મુજબ, આ રીતે જીભના ટુકડા કરવા ખૂબ જ ખતરનાક છે. જેનાથી બ્રેઈન હેમરેજ, ઈન્ફેક્શન અને નસમાં ડેમેઝ થવાનો ખતરો રહે છે.

Back to top button