મિઝોરમથી આવેલા બ્રૂ સમાજને 26 વર્ષ બાદ મળ્યો મતાધિકાર, 1997માં શું બની હતી ઘટના
ત્રિપુરાના નૈસિંગપારા અને અહી વસી રહેલો બ્રૂ સમાજ 26 વર્ષના લાંબા સમય બાદ વોટ આપવાનો અધિકાર મેળવી શક્યો છે. બ્રૂ સમાજ 1997માં જાતીય હિંસાનો માર સહન કર્યા બાદ મિઝોરમ છોડીને ત્રિપુરા રાહત શિબિરમાં ગુજારો કર્યો હતો. વિજળી કનેક્શન, પાણી પુરવઠો, શૌચાલય અને વધુ સારા જીવન માટે સંઘર્ષ વિના કેમ્પમાં રહેતા લગભગ 40000 બ્રૂ જે મિઝોરમની સરહદ સાથે જોડાયેલા ત્રિપુરાની સૌથી ઉંચી પર્વતમાળા જમ્પુઇમાં સ્થાયી થયા છે. તેઓ આ વાતથી ખુશ છે કે આ વખતે તે મતદાન કરી શકશે.
આ પણ વાંચો : ત્રિપુરામાં 60 બેઠકો પર મતદાન ચાલુ, બપોરે 1 વાગ્યા સુધીમાં 51.35 ટકા મતદાન
વોટ આપવાનો અધિકાર
બ્રૂ અને મિઝો સમાજ વચ્ચે 1996માં મોટા પાયે જાતીય હિંસા થઇ હતી. જે બાદ બ્રૂ સમાજે ત્રિપુરામાં શરણાગતી લીધી હતી. આ સમાજ 26 વર્ષથી રાહત શિબિરમાં રહે છે. પાયાની સુવિધાના સુખથી દૂર બ્રૂ સમાજને અહી વસાવવાને લઇને કેટલાક વિવાદો થયા હતા. પરંતુ બ્રૂ સમાજે હંમેશા ત્રિપુરામા વસીને અહીં મત આપ્યો હતો. બ્રૂ સમાજની એક મહિલા લલફકાવમી બ્રૂ, પાંચ બાળકની માતા છે. તે કહે છે કે, વર્ષોમાં અહીં માત્ર એક બદલાવ થયો છે, આ બદલાવ વોટનો અધિકાર છે.
બ્રૂ સમાજને 2019 પ્રથમ વખત પુનર્વાસનની પરવાનગી
લલફકાવમી બ્રૂ કહે છે કે, અમારો મિઝોરમ પરત ફરવાનો કોઇ સવાલ નથી. તે કહે છે કે વિતી ગયેલો સમય અમને પરેશાન કરે છે. અમારા કેટલાક પૂર્વજોને પણ આ ભૂમિમાં દફનાવવામાં આવ્યા છે. હવે આ અમારૂ ઘર છે. ટીપ્રા મોથા નેતા પ્રધોત દેબબર્મા દ્વારા આ મામલે કેન્દ્રને લખવામાં આવ્યો. ત્યારબાદ તરત ત્રિપુરા સરકારે ઔપચારિક રીતે નવેમ્બર 2019માં પ્રથમ વખત રાજ્યમાં બ્રૂ સમાજના પુનર્વાસની પરવાનગીની માંગનું સમર્થન કર્યું હતુ. લાંબી લડાઇ અને સંઘર્ષ પછી ત્રિપુરામાં અત્યાર સુધી લગભગ 14,000 વિસ્થાપિત બ્રૂ સમાજને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2020માં અંતિમ વખત કેન્દ્ર સરકાર, મિઝોરમ સરકાર, બ્રૂ સમાજનાનેતાઓ અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતિ થઈ હતી અને તેમના વસાવાટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમજૂતિ અનુસાર હવે અહીં દરેક યોગ્ય વિસ્થાપિત પરિવારને આસાન હપ્તામાં ભૂખંડથી લઇને ઘર બનાવવાનો હક આપવામાં આવ્યો છે. નાઇસિંગપારા સિવાય આશા પારા, હજચેરા, નાઇસાઉ પારા, કસકાઉ પારા, ખાકચાંગ પારા અને હમ્સા પારાની રાહત શિબિરોમાં પરિવારને ત્રિપુરામાં પુનર્સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ટ્રેન બ્લાસ્ટ, બે મુસાફરોના મોત, અનેક ઘાયલ
વોટના અધિકાર પછી નેતાઓની નજરમાં છે બ્રૂ સમાજ
બ્રૂ સમાજના નેતા ચકબેલા મેસ્કા કહે છે, કે હવે અમારી વેલ્યૂ થોડી વધી છે. સમજૂતિ પછી પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. જ્યાં પાણીની સપ્લાય ન હતી ત્યા ટાંકી જોવા મળે છે. વિજળીના ટ્રાન્સફૉર્મર અને આસપાસના પાક્કા ઘરોનું નિર્માણ જોવા મળે છે. બ્રૂ ડિસપ્લેસ્ડ યૂથ એસોસિએશનના ગોવિંદ માશા કહે છે કે ,મહત્વપૂર્ણ વાત આ છે કે રાજનેતા હવે અમને મળવા આવી રહ્યા છે. આ બદલાવ વોટનો અધિકાર મળ્યા પછી જોવા મળી રહ્યો છે.