ટોપ ન્યૂઝનેશનલ

BreakingNews : જ્ઞાનવાપી કેસમાં : મુસ્લિમ પક્ષકારની અરજી ફગાવી, હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો

Text To Speech

દેશના સૌથી મોટા ધર્મ સ્થાન વારણસીમાં વિવાદ ચાલી રહ્યો છે જેમાં વારાણસી કોર્ટનો ચુકાદો આજે આવી ગયો છે. જેમાં વારાણસી કોર્ટે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષકારની અરજી ફગાવી, 22 સપ્ટેમ્બરે થશે કેસની સુનાવણી થશે તેમ જણાવ્યું છે. તે સાથે જ ચુકાદો હિન્દુ પક્ષમાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જ્ઞાનવાપી મામલામાં નિર્ણય સંભળાવતા જિલ્લા જજ એકે વિશ્વેશની એકલ પીઠે કેસને સુનાવણી યોગ્ય માન્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને રદ્દ કરી દીધી છે અને કહ્યું કે, કેસ વિચારાધીન છે. મામલાની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

જિલ્લા જજે 24 ઓગસ્ટના રોજ આ મામલામાં આદેશ સુરક્ષિત રાખ્યો હતો. તો વળી જ્ઞાનવાપી મામલામાં આજે સુનાવણીને ધ્યાને રાખતા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામા આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે 2000 જેટલા પોલીસ જવાનો તૈનાતા કરી દેવામાં આવ્યા હતા.

આ સાથે જ કોર્ટે કહ્યું કે, રાખી સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, વારાણસી-જ્ઞાનવાપી કોમ્પ્લેક્સ અંગે દાખલ કરવામાં આવેલ કેસમાં, ઉપરોક્ત કેસ કોર્ટમાં જાળવવા યોગ્ય છે. નક્કી કરતી વખતે કે, પ્રતિસાદકર્તા નંબર 4. અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી દ્વારા આપવામાં આવેલ 7/11ની અરજીને નકારી કાઢી છે.

જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ અજય કૃષ્ણ વિશ્વેશે ચુકાદો સંભળાવ્યો ત્યારે હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન હાજર હતા. આ ઉપરાંત 5 પૈકી 3 વાદી મહિલા- લક્ષ્મી દેવી, રેખા આર્ય અને મંજુ વ્યાસ પહોંચી હતી. રાખી સિંહ અને સીતા સાહુ કોર્ટરૂમમાં આવ્યા ન હતા, પક્ષકારોના લગભગ 40 લોકો અને તેમના વકીલોને જ એન્ટ્રી મળી હતી. કોર્ટ રૂમથી 50 ડગલાં દૂર અન્ય લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ડોગ-બોમ્બ સ્ક્વોડ, 2000 જવાન… જ્ઞાનવાપી પર નિર્ણય પહેલા વારાણસીમાં હાઈ એલર્ટ

તો વળી જ્ઞાનવાપી મસ્જિદને લઈને યુપીની રાજધાની લખનઉમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તેને ધ્યાને લઈને લખનઉ ચોકથી લઈ નખાસ સુધી પોલીસ કમિશ્નર પગપાળ ચાલીને માર્ચ કરી હતી. સાથે જ લખનઉમાં ડ્રોનથી નજર રાખવામા આવી રહી હતી. આ દરમિયાન પોલીસ કમિશ્નરે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો : જ્ઞાનવાપીમાં મળેલા ‘શિવલિંગ’નું કાર્બન ડેટિંગ કરાવવું જોઈએ, SCમાં નવી અરજી દાખલ

Back to top button