BREAKING NEWS: અંકલેશ્વર GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ


અંકલેશ્વર શહેરની જીઆઈડીસીમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. વિકરાળ આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
અંકલેશ્વર GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ#ankleshwar #GIDC #fire #company #laboratory #FireFighters #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/uaTsHV7OiF
— Hum Dekhenge News (@humdekhengenews) June 22, 2023
અંકલેશ્વર GIDCની કંપનીમાં આગ
મળતી માહિતી મુજબ અંદલેશ્વર શહેરમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી છે જેથી અફરા તફરી મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જેથી લોકોમાં ભય સાથે અફરાતફરી મચી હતી. હાલ આગનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં કાળા ધુમાડા સાથે આગની લપેટો દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ છે. હાલ આ ઘટનાની હજુ વધુ વિગતો સામે આવી નથી.
આ પણ વાંચો : AAP MLAના પરિણીતા સાથે રંગરેલિયા, યુવતીના પતિએ હોટેલમાં રંગેહાથે ઝડપ્યાં