બ્રેકીંગ : પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોચી અમદાવાદ
Ahmedabad : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ-કપ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ ઘણા ઉત્સાહિત છે.જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોચી ચુકી છે.
14મી ઓકોટોબરના રોજ રમાશે મેચ
ભારત અને પાકિસ્તાન મેચએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં લાખો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઇ ટીકીટ માટે પડાપડી કરી રહ્યા છે આ મેચ 14મી ઓકોટોબરના રોજ રમાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી યોજી હતી સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા બેઠક
ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે, ક્રિકેટ મેચને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ વિવિધ ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેને લઈ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ અને કામગીરી કરાઈ છે તે અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે. તેમજ કેટલીક બાબતોને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
#WATCH | Pakistan cricket team arrives at Gujarat's Ahmedabad airport, ahead of their clash against India in ICC World Cup tournament on 14th October pic.twitter.com/yVI6W5MPSW
— ANI (@ANI) October 11, 2023
Pakistan team reached Ahmedabad for the clash against India….!!!
– The Greatest battle in Cricket. pic.twitter.com/Qjx2oPcFju
— Johns. (@CricCrazyJohns) October 11, 2023