કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : ડમીકાંડમાં યુવરાજસિંહના 29 એપ્રિલ સુધીના રીમાન્ડ મંજૂર

Text To Speech
  • એકપણ નેતાઓ સામે પુરાવા ન હોવાનું યુવરાજનું નિવેદન
  • રેન્જ IG આજે ફરી પત્રકાર પરિષદ સંબોધી આપી માહિતી
  • આઈજીની પુછપરછમાં જ નિવેદન આપ્યું
  • અન્ય કોઈ આક્ષેપોના પણ કોઈ પુરાવા ન હોવાનું આઈજીનું નિવેદન
  • કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતા
  • યુવરાજસિંહે હજુ સુધી કોઈ મટિરીયલ પોલીસને નથી આપ્યું
  • વિક્ટોરીયા કોમ્પ્લેક્ષના CCTV ડીલીટ કર્યાનું પોલીસનું નિવેદન

ભાવનગર ડમીકાંડમાં તોડ કરવાના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત બાદ આજે સાંજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેના 29 એપ્રિલ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. વધુમાં આ અંગે રેન્જ IGએ માહિતી આપી હતી કે, આ પ્રકરણમાં કોઈપણ નેતાની સામેલગિરી ન હોવાનું યુવરાજે જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં યુવરાજસિંહે કહ્યું હતું કે કેટલાક લોકોના કહેવાથી મેં નામ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લા 24 કલાકમાં યુવરાજસિંહ સહિત ચારની ધરપકડ કરી હતી. યુવરાજનો સાળો કાનભા ગોહિલ સુરતના અઠવા ઝોનમાંથી ઝડપાયો હતો. ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ ભાવનગર પોલીસે અટકાયત કરી હતી. જેને પણ તપાસ માટે હવે ધરપકડ કરવામાં આવી છે.

મેટર પુરી કરવા નારી ચોકડી ખાતે મીટિંગ થઈ હતી

ભાવનગર રેન્જ IGએ જણાવ્યું કે, બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની અટકાયત થઈ છે. પીકેની મેટર પતાવવા માટે નારી ચોકડી ખાતે મીટિંગ થઈ હતી અને વિક્ટોરિયા કોમ્પલેક્ષ ખાતે ફાઇનલ પતાવટ માટે મીટિંગ થઈ હતી. ત્યારબાદ વિક્ટોરીયા કોમ્પ્લેક્ષના સીસીટીવી ડીલીટ કરવામાં આવ્યા છે. CCTVના ફુટેજ રિકવર કરવા માટે DVR કબજે લેવાયું છે. યુવરાજસિંહે હજુ સુધી કોઈ મટિરીયલ અમને નથી આપ્યું

યુવરાજે ગુનામાં સામેલ 2ના નામ છુપાવ્યા

રેન્જ IGએ કહ્યું કે, 7 વ્યક્તિના નામ આપી 2ના નામ છુપાવ્યા એના પર મુખ્ય તપાસ થઈ રહી છે. નામ છુપાવવા માટે નાણાંકીય વ્યવહાર થયા છે. એક કરોડ અને મોબાઈલ રિકવરીના મુદ્દા રિમાન્ડમાં લેવાયા છે. 29 તારીખે પીકે પાસેથી પેમેન્ટ મેળવી ઘનશ્યામ, બિપીન ગયા હતા. 30 તારીખે પ્રદિપ બારૈયાની મેટર પતાવવા માટે મિટીંગ થઈ હતી. 31 તારીખે પ્રદિપ બારૈયાનો પહેલો હપ્તો આપવા ગયા હતા. RK એટલે રમેશ કરમસિંહની હાલ શોધખોળ ચાલી રહી છે.

Back to top button