આજે નેપાળથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલી યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ અંગે મળી રહેલી પ્રારંભિક માહિતી અનુસાર નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર એરક્રાફ્ટ રનવે પર ક્રેશ થયું છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને એરપોર્ટ હાલ પૂરતું બંધ છે. 5થી વધુ ભારતીય નાગરિક પણ વિમાનમાં સવાર હોવાની વાત સામે આવી છે.
કાઠમંડુ પોસ્ટ અનુસાર યેતી એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા યેતી એરલાઇન્સના એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં કેટલા લોકો જીવીત છે તેની માહિતી મળી નથી, હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો : રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો : મિસાઈલ એટેકથી 12ના મોત, સ્થિતિ વણસી
નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી. પેસેન્જર પ્લેન એક પહાડી સાથે અથડાયું અને નદીમાં પડ્યું.