બ્રેકિંગ ન્યૂઝ : કેન્દ્રમાં નવા જુનીના અણસાર, કાર્યક્રમ રદ કરી ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
ગુજરાતમાં વરસાદી માહોલ સાથે ચુંટણીનો રંગ જામ્યો છે. જેમ હવામાન ખાતુ રોજ વરસાદની રોજ વિવિધ આગાહી કરે છે તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોમાં રોજ નવાજુની થાય છે. તેવામાં કેન્દ્રમાં નવા જુનીના અણસાર છે.
Delhi | BJP President JP Nadda chairs a meeting of party leaders & Union ministers for the 2024 Lok Sabha elections pic.twitter.com/F6QW73ENWQ
— ANI (@ANI) September 6, 2022
જેપી.નડ્ડાએ તાત્કાલિક બેઠક બોલાવી
કારણ કે દર્શના જરદોશ સુરતનો કાર્યક્રમ રદ કરી દિલ્હી પહોંચ્યા છે. જેમાં દિલ્હીમાં ભાજપના સેન્ટ્રલ કાર્યાલયમાં જેપી.નડ્ડાએ બોલાવેલી બેઠકમાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની, પ્રહલાદ જોશી, કૌશલ કિશોર, બી.એલ.વર્મા, અર્જુન મુંડા, વિકે.સિંહ, ભુપેન્દ્ર યાદવ, અજય મિશ્રા, અનુરાગ ઠાકુર પણ પહોંચ્યા છે. તેમજ આગામી રણનીતિ તૈયાર થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે ગુજરાતના અમદાવાદ ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધી સભા સંબોધન કરી ગયા છે. તેમજ ગુજરાતની જનતાને વિવિધ લાભ સાથેના વચનો આપ્યા છે. ત્યારે ભાજપની આ બેઠકમાં કોઇ મોટા નિર્ણય લેવાઇ શકે છે.
સુરત ખાતે કેન્દ્રિય મંત્રીનો કાર્યક્રમ રદ
ઉલ્લેખનીય છે કે સુરત ખાતે કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશનો એક કાર્યક્રમ હતો તે તાત્કાલિક રદ કરી તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. સુરતમાં સિલ્ક ફેબ એક્ઝિબિશન ખાતે સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ શુભારંભ કરાવવાના હતા તેઓ સભા સંબોધન કરવાના હતા જેમાં તાત્કિલક દિલ્હીથી તેડુ આવતા તેઓ કાર્યક્રમ પડતો મુકી દિલ્હી જવા રવાના થયા હતા.