Breaking News : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા, 5 ઓક્ટોબર : હાલમાં રાજ્યભરમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તેવામાં આજે વડોદરાના હરણી ખાતે આવેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતાં તપાસ એજન્સીઓ એલર્ટ બની છે. આ ધમકી ઇમેઇલ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. આ અંગે હરણી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :- ભારત – ન્યુઝીલેન્ડ મહિલા T20 WCના મેચમાં ડેડ બોલ માટે વિવાદ થયો, જૂઓ વીડિયો
સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર અંગ્રેજીમાં ઇ-મેઇલ કર્યો
આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત રોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર એક શખસ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા General Shiva General shiva 76rediffmail.com મેલ કર્યો હતો. જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખેલો હતો કે, I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.