Breaking News : અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી,કોને ક્યાં મુકાયા જુઓ આખું લિસ્ટ


Gujarat Police : રાજ્યમાં અત્યારે બદલીનો દોર ચાલી રહ્યો છે.શહેર પોલીસ કમિશ્નર જીએસ મલિકે શહેરની મહત્વની શાખાઓ અને મહત્વના પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચમાં ચાર પીઆઈને કરવામાં આવ્યા નિમણૂંક
આ અમદાવાદ પોલીસની બદલી ચાર પોલીસ ઈન્સ્પેક્ટરની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણુક કરવામાં આવી છે.જેમાં આ બદલીમાં 51 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરાયા છે.
વહીવટી કારણોસર બદલી
ગૃહ વિભાગમાં આઈપીએસ અધિકારી બાદ અમદાવાદમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે બદલીના આદેશ કર્યા છે. જો કે, આ બદલીના આદેશથી અમદાવાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 51 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. pic.twitter.com/EyxnP1cUBw
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 29, 2023