રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે ગુરુવારે સમી સાંજે વધુ એક બદલીના આદેશ બહાર પાડ્યા છે. જેમાં ફરી 169 બિન હથિયારી પીએસઆઈની ટ્રાન્સફર કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વહીવટી સરળતા ખાતર આ બદલી કરવામાં આવી છે. આ અગાઉ પણ બે વખત પીએસઆઈની બદલી કરી નાખવામાં આવી છે. આ ત્રીજી વખત બદલી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પોલીસ વિભાગમાં હજુ પણ એકાદ બે બદલીના લિસ્ટ બહાર આવે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત અગાઉના બદલી પૈકી 13 પીએસઆઈની બદલી રદ્દ કરી તેઓને બદલીના નવા ઓર્ડર આપવામાં આવ્યા છે.
બિન હથિયારી પીએસઆઈની બદલીનું લિસ્ટ
અગાઉ કરાયેલ બદલી પૈકી 13 પીએસઆઈની બદલી રદ્દ કરી નવી નિમણુંક અપાઈ
આ ઉપરાંત અગાઉ ડીજીપી આશિષ ભાટિયા દ્વારા બે વખત પીએસઆઈની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જે પૈકી આજે તેમાંથી 13 પીએસઆઈની અગાઉ કરાયેલા બદલીના આદેશ રદ્દ કરી તેઓને ફરીથી નવી બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.