બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત હાઇકોર્ટમાં ચાલું સુનાવણીએ દંપતિએ કરી આત્મહત્યાની કોશિશ; જૂઓ વીડિયો
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ત્રણ વ્યક્તિઓએ ફીનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં સુનાવણી દરમિયાન જ એક મહિલા અને બે પુરૂષોએ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આત્મહત્યાની કોશિશ કરનારાઓને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક દપતીએ ફિનાઈન પી લેતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.
પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. કોર્ટમાં પોલીસે બાદમાં દંપતીને અટકાવી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવાયું હતું. આ દંપતી ફરિયાદી છે. આરોપીઓના જામીન મંજૂર થતા દંપતીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું.
આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, હાઇકોર્ટમાં જે પણ સુનાવણી થઈ રહી હોય છે તેનો ગુજરાત હાઇકોર્ટની ચેનલ પર યુટ્યુબમાં લાઈવ કરવામાં આવે છે. તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, જસ્ટિસ નિર્ઝર દેસાઈ વિવિધ કેસો પર સુનાવણી કરી રહ્યાં હતા, તે દરમિયાન તેમના સામે બેસેલા કેટલાક લોકોમાંથી પહેલા એક મહિલા હાથમાં રાખેલી બોટલમાંથી કંઇક પીએ છે, જે ફિનાઇલ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. તો થોડી વાર પછી એક વ્યક્તિ પણ ઉભો થઈને ફિનાઈલ ખટખટાવી જાય છે.
ફિનાઈલ પીવાની સાથે જ મહિલાની તબિયત લથડી જાય છે અને તે ખુરશી પર બેસી જાય છે, તે દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ ફિનાઈલ પી લે છે. થોડી જ વારમાં તે વ્યક્તિઓની પણ તબિયત લથડવા માંગે છે. તે સમયે ત્યાં હાજર પોલીસ મહિલાના મોઢામાંથી ફિનાઈલ નિકાળલાની કોશિશ કરતી પણ જોવા મળી રહી છે. જોકે કોઈ કંઇ સમજે તે પહેલા જ ત્રણ લોકો ફિનાઈલ ગટગટાવી ગયા હતા.
આત્મહત્યાની કોશિશ કરવાની ઘટના બનતા કોર્ટ રૂમમાં ધમાચકડી મચી ગઈ હતી. આ દરમિયાન શરૂઆતમાં તો ન્યાયાધિસ નિર્ઝર દેસાઇ પણ કંઇ સમજી શક્યા નહતા. તેમની સાથે અન્ય વકિલ પણ કંઇ સમજે તે પહેલા જ આત્મહત્યા કરવાની કોશિશ કરી દેવામાં આવી હોય છે.
બીજી તરફ સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે, આત્મહત્યાની કોશિશ કરનારાઓ હાઇકોર્ટ પરિસરની અંદર ફિનાઇલ કેવી રીતે લઈને આવ્યા? તે ઉપરાંત તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે, આત્મહત્યા કરનારાઓ ફિનાલઇ લઇને આવી શકતા હોય તો અન્ય વ્યક્તિઓ જવલંત વસ્તુઓ પણ લઈ જઈ શકે છે. આ ઘટના પછી હાઈકોર્ટની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો- કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે 26 હજારથી વધારે લોકો શેલ્ટરહોમમાં; બચાવ કામગીરી યથાવત