દેશની સૌથી મોટી મિલ્ક ઉત્પાદન કરતાં કપંની અમૂલના MD અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફના ચેરમેન આર.એસ. સોઢીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. આર એસ સોઢી 2010થી જવાબદારી નિભાવી રહ્યા છે. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ મહત્વની જવાબદારી હતી.
જો કે કંપનીના આંતરિક સૂત્રના અનુસાર અમુલમાં આર એસ સોઢીના કારણે ઘણુ નુકસાન થયો હોવાની પણ વાતો સામે આવી રહી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં આર એસ સોઢીને તાત્કાલિક ધોરણેથી રાજીનામું આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
આજની માટિંગમાં આર એસ સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં જયેન મહેતાને MD તરીકેનો ચાર્જ સોંપાયો છે. જેમને થોડા સમય પહેલાં જ ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત થયો હતો.
આ પણ વાંચો : પ્રવાસી ભારતીય સંમેલન 2023: ઈન્દોરની સ્વચ્છતા જોઈને PM મોદી થયા ખુશ. ઈન્દોરના લોકોના કર્યા વખાણ
ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે, જે લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે 53 હજાર કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.