BREAKING NEWS: 72 કલાકમાં PSIની પ્રાથમિક પરીક્ષાનું આવી શકે છે પરિણામ


PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર આવ્યા છે. ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ટ્વીટ કરી જાહેરાત કરી છે કે આગામી 72 કલાક એટલે કે 3 દિવસમાં એટલે કે, ગુરૂવાર રાત સુધીમાં પરિણામ જાહેર થઇ શકે છે. રાજ્યમાં 88 હજાર લોકોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 હજાર 500 ઉમેદવાર PSIની પરીક્ષામાં પાસ થશે તેવી માહિતી મળી રહી છે. જ્યારે 1375 જગ્યા માટે પરિણામ જાહેર થશે અને પરિણામ બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે.
- PSIની પરીક્ષાનું પરિણામ મુદ્દે 72 કલાકમાં જાહેરાત થશે
- વ્યક્તિગત કામથી બહાર હોવાથી પરિણામમાં વિલંબ
- 1375 જગ્યા માટે જાહેર પરિણામ થશે
- પરિણામ બાદ મેઇન પરીક્ષા લેવામાં આવશે
- ગુરૂવાર રાત સુધીમાં જાહેર થઇ શકે છે પરિણામ
વ્યક્તિગત કામથી IPS વિકાસ સહાય બહાર હતા 15 દિવસની રજા બાદ આજે જ હાજર થયા છે અને હાજર થતાંની સાથે જ PSIની પરીક્ષાના પરિણામ મુદ્દે જાહેરાત કરી છે. રાજ્યમાં PSIની પરિક્ષા 6 માર્ચે લેવામાં આવી હતી. પરિણામની આતુરતાથી રાહ જોતા પરિક્ષાર્થીઓને આજે વિકાસ સહાયએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી માટે સૌથી પહેલા શારીરિક કસોટી લેવામાં આવી હતી. તેમા પાસ થયેલા ઉમેદવારોને લેખિત પ્રિલીમ પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. હવે પ્રિલીમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મેન્સ પરીક્ષામાં બોલાવવામાં આવશે.
PSI કેડરની 1382 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
પીએસઆઈ કેડરની 1382 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ 96269 ઉમેદવારોની પ્રાથમિક કસોટી 312 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાઈ હતી. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરા તેમજ જામર લગાવવામાં આવ્યા હતા. કુલ મળીને પ્રાથમિક પરીક્ષા સારી રીતે સંપન્ન થઈ હતી.