ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

Breaking News : પૂર્વ ડે.CM નીતિન પટેલને કડીમાં ગાયએ અડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા

Text To Speech

મહેસાણાના કડી ખાતે આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તિરંગા યાત્રામાં સામેલ થવા માટે પહોંચ્યા હતા ત્યારે આ યાત્રા દરમ્યાન તેઓને ગાયે અડફેટે લેતા તેઓ જમીન ઉપર ફસડાઈ પડ્યા હતા જેને કારણે તેઓને ગોઠણ અને ઢીંચણના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીના કરણપુર શાક માર્કેટ પાસે તિરંગા રેલીનું કરવામાં આવ્યું હતું આયોજન
આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીના કરણપુર શાક માર્કેટ નજીક ગાયે નીતિન પટેલને હડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જેથી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લાના કડીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યારે આ ત્રિરંગા યાત્રા કડીના કરણપુર શાક માર્કેટમાંથી નીકળી રહી હતી, ત્યારે અચાનક જ એક ગાયે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અડફેટે લીધા હતા. ગાયે કરેલા હુમલામાં નીતિન પટેલને ઢીંચણના ભાગમાં ઇજા થઇ છે. ઇજાગ્રસ્ત નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

Back to top button