- ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું
અમદાવાદ, 2 એપ્રિલ : હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી દિવસોમાં લેવાનાર પોલીસ ભરતી માટેની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે તેમ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે.
ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે
મળતી માહિતી મુજબ, રાજ્યની સૌથી મોટી એવી પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે.
ક્યારથી કરી શકાશે અરજી ?
પોલીસ ભરતી માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024ના રોજ બપોરના 15:00 કલાકથી તા.30/04/2024ના રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ક્યાંથી કરી શકાશે અરજી ?
પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.