ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Breaking News પાકિસ્તાન ટ્રેન હાઈજેક ઘટના સમયનો વીડિયો સામે આવ્યો, જુઓ

Text To Speech

ક્વેટા-પાકિસ્તાન, 12 માર્ચ, 2025: પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી ટ્રેન હાઈજેકની કટોકટી છે. સેંકડો મુસાફરો સાથેની ટ્રેનને બલોચ અંતિમવાદીઓએ હાઈજેક કરી લીધી છે. જોકે આ વિસ્તાર ખૂબ અંતરિયાળ અને પર્વતોની વચ્ચે હોવાથી અત્યાર સુધી મીડિયા માત્ર AI ફોટાથી સમાચારો આપતા હતા, પરંતુ હવે જે સમયે ટ્રેન ઉપર હુમલો થયો અને તેને હાઈજેક કરવામાં આવી તેનો વીડિયો આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ અગાઉ આજે બુધવારે સવારે પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કટોકટીના વીડિયો સામે આવ્યા હતા. આ શ્રેણીબદ્ધ વીડિયો દ્વારા બંધકો તેમજ બલુચ લિબરેશન આર્મી અને પાકિસ્તાની સૈન્ય વિશેની Pakistan Train Hijack Latest Update જાણકારી મળે છે. પાકિસ્તાનની ટ્રેન હાઇજેક થયાના સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. (વાંચો એ સમાચાર અહીં – https://www.humdekhenge.in/videos-of-train-hijack-crisis-surfaced-in-pakistan-know-what-is-the-situation/

પાકિસ્તાન ઉપરાંત દુનિયામાં ગઈકાલે એ સમયે હાહાકાર મચી ગયો હતો જ્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) દ્વારા ક્વેટા પ્રાન્તમાં ટ્રેન હાઈજેક કરવાના સમાચાર આવ્યા હતા. બીએલએએ સેંકડો મુસાફરો સાથેની ટ્રેન હાઈજેક કરી લીધી હતી અને પોતાના સંગઠનના કેદીઓને મુક્ત કરવાની પાકિસ્તાન સરકાર સમક્ષ માગણી કરી હતી.

આ દરમિયાન પાકિસ્તાની સૈન્યના જવાનોએ ટ્રેન તેમજ મુસાફરોને મુક્ત કરાવવા પ્રયાસ કર્યો હતો જેમાં અહેવાલ અનુસાર અથડામણમાં પાકિસ્તાની સૈન્યના 15 કરતા વધુ જવાનો ઠાર મરાયા હતા. એ અથડામણમાં બીએલએના પક્ષે પણ જાનહાની થઈ હતી. કેટલાક મુસાફરો પણ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ આજે બુધવારે સવારે સમાચાર આવ્યા કે પાકિસ્તાની સૈન્યે ટ્રેનના બંધકોને મુક્ત કરાવવાનું શરૂ કર્યું છે. જોકે મુક્ત થયેલા બંધકોએ કહ્યું કે, તેમને બીએલએ દ્વારા જાતે જ એમ કહીને મુક્ત કરવામાં આવ્યા છે કે અમારી સાથે (નાગરિકો સાથે) તેમને કોઈ દુશ્મની નથી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કટોકટીના વીડિયો સામે આવ્યા, જુઓ કેવી છે સ્થિતિ?

આ સમાચાર અપટેડ કરવામાં આવી રહ્યા છે…

Back to top button