સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના રાજ્યપાલના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. જેથી આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે. જો કે ફ્લોર ટેસ્ટ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ વડે મહારાષ્ટ્રના લોકોને સંબોધન કર્યું અને તે દરમિયાન તેમણે મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી.
Uddhav Thackeray announces his resignation from MLC post too. pic.twitter.com/igkiJ60u1H
— ANI (@ANI) June 29, 2022
ઉદ્ધવે ફેસબુક લાઈવમાં કહ્યું કે ફ્લોર ટેસ્ટ સાથે મારે કોઇ મતલબ નથી. હું સીએમ પદ છોડી રહ્યો છું. તેમણે વિધાન પરિષદમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે. એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટમાં તેઓ નહીં જાય. ઠાકરેએ કહ્યું કે મારી પાસે શિવસેના છે અને તેને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. ઉદ્ધવ ઠાકરે રાજભવન જવા રવાના થઈ ગયા છે. ઉદ્ધવ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપશે.