નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી, 2024: ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સવારે ટ્વિટ દ્વારા આ જાણકારી દેશની સાથે શૅર કરી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, શ્રી એલ.કે. અડવાણીજીને ભારતરત્ન આપવામાં આવશે એ જાણીને મને અત્યંત આનંદ થાય છે. મેં તેમની સાથે આ બાબતે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. તેઓ આપણા સમયના સર્વશ્રેષ્ઠ રાજનેતા છે અને ભારતના વિકાસમાં તેમની અસાધારણ ભૂમિકા છે.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
લાલકૃષ્ણ અડવાણી ભારતીય રાજકારણના એક દિગ્ગજ નેતા તરીકેનું માન ધરાવે છે. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમનો જન્મ કરાચીમાં 08 નવેમ્બર 1927માં થયો હતો. 1941માં 14 વર્ષની ઉંમરે લાલ કૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેઓ કરાંચી શાખાના પ્રચારક (પૂર્ણ સમયના કાર્યકર) બન્યા અને ત્યાં અનેક શાખાઓ વિકસાવી. ભાગલા પછી અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનના મત્સ્ય-અલવરમાં મોકલવામાં આવ્યા, જેમાં ભાગલા બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી. તેમણે 1952 સુધી અલવર, ભરતપુર, કોટા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં કામ કર્યું છે.
1970થી તેઓ છ વર્ષના કાર્યકાળ માટે દિલ્હીથી રાજ્યસભાના સભ્ય બન્યા. જનસંઘમાં વિવિધ પદો પર સેવા આપ્યા બાદ 1973માં તેઓ પાર્ટીની કાર્યકારી સમિતિના કાનપુર સત્રના પ્રેસિડેન્ટ બન્યા. 1976થી 1982 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય હતા. ઈન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી બાદ જનસંઘ અને અન્ય ઘણી પાર્ટીઓએ ભાજપમાં મર્જર કર્યું. અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી 1977ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સભ્યો તરીકે લડ્યા હતા. અડવાણી નવી સ્થાપિત ભાજપના અગ્રણી નેતા બન્યા અને મધ્ય પ્રદેશથી 1982માં બે ટર્મ સુધી તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. અડવાણી 2002થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. 2015માં તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં જન્મેલા લાલ કૃષ્ણ અડવાણીનું જાણો રામ મંદિર નિર્માણમાં કેટલું મહત્ત્વનું યોગદાન છે
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ તેમનું હૃદય આજે પણ ભારત માટે ધડકે છે. તેઓ સારા લેખક છે, રામ મંદિર આંદોલનના નેતા હતા. આજે મંદિરનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે કહી શકાય કે, લાલ કૃષ્ણ અડવાણીનો રામ મંદિરના નિર્માણમાં મોટોફાળો છે. લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ થયો હતો. તે એક ભારતીય રાજકારણી છે જેમણે 2002 થી 2004 સુધી ભારતના 7મા નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સહ-સ્થાપકોમાંના એક અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સભ્ય રહી ચૂક્યા છે.
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં કિશનચંદ ડી. અડવાણી અને જ્ઞાની દેવીને સિંધી હિંદુ પરિવારમાં થયો હતો. તેમનું શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં અને ડી.જી. નેશનલ કોલેજ હૈદરાબાદમાં પૂર્ણ કર્યું હતુ. ભારતના ભાગલા દરમિયાન તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર કરીને બોમ્બેમાં સ્થાયી થયો હતો, જ્યાં તેમણે બોમ્બે યુનિવર્સિટીની સરકારી લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક થયા હતા.
અડવાણીએ ફેબ્રુઆરી 1965માં કમલા અડવાણી સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર જયંત અને એક પુત્રી પ્રતિભા છે.પ્રતિભા ટેલિવિઝન એન્કર રહી ચૂકી છે અને તેમના પિતાને તેમની રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ટેકો આપે છે. વૃદ્ધાવસ્થાના કારણે તેમની પત્નીનું 6 એપ્રિલ 2016ના રોજ અવસાન થયું હતું. લાલકૃષ્ણ અડવાણીના લગ્ન કમલા અડવાણી સાથે થયા હતા. તેમને બે બાળકો છે, પ્રતિભા અડવાણી અને જયંત અડવાણી. પ્રતિભા અડવાણી એક ટીવી શોમાં એન્કર રહી ચૂકી છે.
સંઘ (RSS),હિંદુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન તેઓ 1998 થી 2004 સુધી સૌથી લાંબા સમય સુધી સેવા આપી છે. તેઓ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સૌથી લાંબા સમય સુધી સેવા આપી ચૂક્યા છે. 2009ની ચૂંટણી દરમિયાન તેઓ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા.
અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો અને ભારતના ભાગલા વખતે તેઓ ભારતમાં સ્થળાંતર કરીને બોમ્બેમાં સ્થાયી થયા હતા જ્યાં તેમણે કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. અડવાણી 1941માં 14 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયા અને રાજસ્થાનના પ્રચારક તરીકે કામ કર્યું. 1951માં અડવાણી શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘના સભ્ય બન્યા અને સંસદીય બાબતોના પ્રભારી, મહાસચિવ અને દિલ્હી એકમના પ્રમુખ સહિત વિવિધ ભૂમિકાઓ ભજવી.
1967માં તેઓ પ્રથમ દિલ્હી મેટ્રોપોલિટન કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 1970માં, અડવાણી પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા અને 1989 સુધી ચાર ટર્મ સુધી સેવા આપી હતી. 1980માં તેઓ અટલ બિહારી વાજપેયી સાથે ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા અને ત્રણ વખત પક્ષના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
નરેન્દ્ર મોદી સાથે અડવાણીનો લાંબા સમયથી ગુરુ-શિષ્ય જેવો સંબંધ છે. ગોધરાકાંડ બાદ જ્યારે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં રમખાણો શરૂ થયા ત્યારે પૂર્વ પીએમ અટલજી નારાજ હતા એવું માનવામાં આવે છે . તેઓ ઈચ્છતા હતા કે મોદી રાજીનામું આપે, પરંતુ અડવાણી મોદીની સાથે ઊભા રહ્યા.
આ પણ વાંચોઃ બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન અપાશે