બ્રેકિંગ ન્યૂઝઃ અમદાવાદના ચિરિપાલ ગ્રુપમાં ITના દરોડા, 40થી વધુ જગ્યાએ તપાસ


અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર ઇન્કમટેક્ષ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. IT વિભાગે ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. અંદાજે 150 જેટલા અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, ચિરિપાલ ગ્રુપ ટેક્સટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલું છે. ચિરીપાલ ગ્રુપના વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં આયકર વિભાગે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના બોપલ રોડ પર આવેલી ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT વિભાગ ત્રાટકયુ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 35થી 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યાં છે.
આ સિવાય જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડ્યાં છે. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. ત્યારે મહત્વનું છે કે, આવકવેરા વિભાગની તપાસ બાદ મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.