ગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી ATSએ કરી 4 શખ્સની ધરપકડ

Text To Speech

પોરબંદર : પોરબંદરમાં ગુજરાત ATSએ સફળતાપૂર્વક સુપર ઓપરેશન પાર પાડ્યુ છે.  જાણકારી મુજબ ATSએ 4 શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોનું આતંકવાદીના આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે.

 ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી

પોરબંદરના દરિયા કાંઠે એક તરફ બિપરજોય વવાઝોડાનો ખતરો મંડરાયેલો છે ત્યારે બીજી તરફ પોરબંદર દરિયાઈ પંથકમાં કેટલીક આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાની શક્યતા વચ્ચે ગુજરાત એટીએસની ટીમ પોરબંદરમાં ધામા નાખીને બેઠી છે. ત્યારે આજે ATSને મોટી સફળતા મળી છે. ATS એ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં સફળતાપૂર્વક  મોટું ઓપરેશન પાર પાડ્યું છે્.  ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રને ગઈકાલથી ધામા નાખીને સ્થાનિક પોલીસને સાથે રાખી કરી સફળ કામગીરી કરી છે.

Deepan Bhadran-humdekhengenews

 

ચારેય આરોપીઓનું આતંકવાદી સંગઠન સાથે સબંધ

ગુજરાત ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. આ ચારેય આરોપીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોરબંદરના દરિયાઈ પંથકમાં સૌથી મોટું ઓપરેશન

જાણકારી મુજબ પોરબંદરના દરિયાઈ પંથકમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ATSના તમામ સિનિયર અધિકારીઓના પોરબંદરમાં ધામા નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ATSની વિશેષ ટિમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી.હાલ આ મામલે વધુ વિગતો સામે આવી નથી પરંતુ ATS પ્રેસકોન્ફરન્સ કરી  મોટા ખુલાસા કરી શકે છે.

 આ પણ વાંચો : BIG BREAKING : વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે પોરબંદરમાં આતંકી પ્રવૃત્તિની શંકા ! ગુજરાત ATS નું મોટું ઓપરેશન ?

Back to top button