ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Breaking News IND vs PAK : પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

Text To Speech

એશિયા કપમાં ભારતની ત્રીજી મેચ આજે ફરી પાકિસ્તાન સામે છે. આ બંને ટીમો આઠ દિવસમાં બીજી વખત આમને સામને છે. હમણાં જ ટોસ થતાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે અને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ ગત રવિવારે થયેલા મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ મેચ જીતીને ફાઈનલમાં જવાનો રસ્તો સરળ બનાવવાનો રહેશે. આ સાથે જ હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી પડશે.

બંને ટીમોએ કર્યો આ બદલાવ, જાણો કોણ નથી રમ્યું

ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત શાહનવાઝ દહાની રમી રહ્યો નથી. તેમના સ્થાને મોહમ્મદ હસનૈનને તક આપવામાં આવી છે. આ સાથે જ ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. દિનેશ કાર્તિકને પડતો મૂકવામાં આવ્યો છે અને અવેશ ખાન પણ આ મેચ રમી રહ્યો નથી. આ ત્રણની જગ્યાએ ઓલરાઉન્ડર દીપક હુડા, હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે.

પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ), ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), દીપક હુડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Back to top button