ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Breaking News: ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકી જાહેર

Text To Speech
  • ગૃહ મંત્રાલયે ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.

નવી દિલ્હી, 01 જાન્યુઆરી, 2024: કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લેંડાને બે દિવસ અગાઉ આતંકવાદી જાહેર કર્યા બાદ ગૃહ મંત્રાલયે આજે ફરી મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.

કોણ છે ગોલ્ડી બ્રાર?

પંજાબના મુક્તસર સાહિબનો રહેવાસી બ્રાર 2017માં કેનેડા ગયો હતો. જૂન 2023 માં ગાયક અને રૅપર હની સિંહે બ્રાર પર ધમકી આપવાનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલામાં એફઆઈઆર નોંધી હતી. બ્રાર પર પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ હોવાનો પણ આરોપ છે. તેને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ મિત્ર માનવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે શું કહ્યું?

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગોલ્ડીને સરહદ પારથી આતંકવાદીઓનું સમર્થન છે અને તે ઘણી હત્યાઓમાં સામેલ છે. તે રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવામાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાનો દાવો કરવામાં સામેલ હતો.

આ પણ વાંચો: ભારત સરકારે કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીરસિંહ લેન્ડાને આતંકવાદી કર્યો જાહેર

Back to top button