Breaking News : જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં કાલે રજા જાહેર


- ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
- વિદ્યાર્થીઓને રજા પણ સ્ટાફે હાજર રહેવા સૂચના
જૂનાગઢ, 1 જુલાઈ : જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અવિરત વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવકથી અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે ઓજત નદીમાં ભારે પાણી આવતા નદી બે કાંઠે વહી રહી છે.
વિદ્યાર્થીઓને રજા, સ્ટાફને હાજર રહેવા સૂચના
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, જુનાગઢ જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જો કે, શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.