ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Breaking News: હેમંત સોરેને રાજીનામું આપ્યું, ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે

Text To Speech
  • હેમંત સોરેને રાજ્યસભામાં પોતાનું રાજીનામું સોંપી દીધું છે, ચંપાઇ સોરેન હવે રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે

રાંચી, 31 જાન્યુઆરી: ઝારખંડમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ ગઈ છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમના સ્થાને ચંપાઈ સોરેનને હવે વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે ED હેમંત સોરેનની પણ પૂછપરછ કરી રહી છે.

પૂછપરછની વચ્ચે હેમંત સોરેન રાજભવન પહોંચ્યા જ્યાં તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

 

ચંપાઈ સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો

 

ચંપાઈ સોરેન રાજ્યપાલને મળ્યા અને 43 ધારાસભ્યોને સમર્થન પત્રો આપીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ચંપાઈ સોરેનને ક્યારે સરકાર બનાવવા માટે બોલાવવામાં આવશે એનો રાજ્યપાલે હજુ ખુલાશો નથી કર્યો પરંતુ ઝારખંડના નવા મુખ્યમંત્રી ઝારખંડ ટાઈગર જ બનશે એ નક્કી છે.

રાજીનામું આપ્યા બાદ હેમંત સોરેની EDએ કરી ધરપકડ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ધરપકડ કરી છે. આ સિવાય હેમંત સોરેન પર કરોડોની જમીન કૌભાંડનો પણ આરોપ લાગેલો છે.

આ પણ વાંચો: ‘ઝારખંડ ટાઈગર’ના નામથી પ્રખ્યાત, જાણો કોણ છે ઝારખંડના નવા સીએમ ચંપાઈ સોરેન?

Back to top button