IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન

Text To Speech
  • મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. આ પહેલા રોહિત શર્મા ટીમની જવાબદારી સંભાળી રહ્યા હતા.

મુંબઈ, 15 ડિસેમ્બર: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2024 સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી અને તેની ગણતરી આ લીગના મહાન ખેલાડીઓમાં થાય છે. ખેલાડીઓની હરાજી પહેલા, મુંબઈએ હાર્દિક પંડ્યાને ગુજરાતને રૂ. 15 કરોડમાં ટ્રેડિંગ કરીને હાર્દિક પંડ્યાને તેની ટીમનો ભાગ બનાવ્યો હતો, જેણે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

 

મુંબઈએ તેની સત્તાવાર વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને પંડ્યાને કેપ્ટન બનાવવાના સમાચાર શેર કર્યા છે. મુંબઈએ નિવેદનમાં લખ્યું, ‘મુંબઈ ઈન્ડિયન્સ આજે કેપ્ટનશિપમાં ફેરફારની જાહેરાત કરી રહી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં કેપ્ટનશીપ કરશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ અત્યાર સુધી સફળ રહ્યું છે. ટીમે લખ્યું, અમારી ટીમ રોહિત શર્માની આભારી છે. 2013થી અત્યાર સુધીનો તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો છે. રોહિત શર્મા IPL ઈતિહાસના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે.

પંડ્યા અગાઉ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યા હતા. પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે એક ખિતાબ પણ જીત્યો હતો અને ટીમ ગત સિઝનની ફાઇનલમાં પણ પહોંચી હતી. IPLમાં હાર્દિકના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે IPLમાં જોરદાર રહ્યો છે. પંડ્યાએ અત્યાર સુધીમાં 123 આઈપીએલ મેચ રમી છે. આ દરમિયાન 2309 રન બનાવ્યા છે. આ સાથે પંડ્યાએ 53 વિકેટ પણ લીધી છે. IPL મેચમાં 17 રનમાં 3 વિકેટ લેવી હાર્દિકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેમણે આ ટૂર્નામેન્ટમાં 10 અડધી સદી પણ ફટકારી છે.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

રોહિત શર્મા મુંબઈનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. IPLમાં રોહિતના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે. તેમણે 243 મેચમાં 6211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે એક સદી અને 42 અડધી સદી ફટકારી છે. રોહિતે એપ્રિલ 2008માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL મેચ રમી હતી.

 

આ પણ વાંચો: IND vs SA T20: સૂર્યકુમારે રોહિત-પંડ્યાનો રેકોર્ડ તોડ્યો, દ.આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી

Back to top button