ગુજરાતટોપ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝઃ રાજકોટના શાપર વેરાવળમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે

Text To Speech

રાજકોટઃ શાપર વેરાવળમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે લેમ્બર ટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી છે. આ ઘટનામાં મોટા પ્રમાણમાં ફેક્ટરીના માલસામાનને નુકસાન થયું છે. સમગ્ર ફેક્ટરીની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર આગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ કંપનીમાં આગ લાગી હતી

આસપાસના લોકોએ તાત્કાલિક આ ઘટના અંગે ફાયરવિભાગને જાણ કરી હતી. ત્યારે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. રાજકોટ અને ગોંડલના 4 ફાયર ફાયટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે હાલ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું
Back to top button