વાવાઝોડુ બન્યું મહાઘાતકી, PMએ મુખ્યમંત્રી સાથે વાત કરી
HD ન્યુઝ ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ તે દ્વારકા થી 300 કિમી દુર છે. પરીસ્થિતીને જોતા દરેક પગલા લેવાઈ રહ્યાં છે. પ્રશાશન દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરી રહી છે. આ વચ્ચે આ ચક્રવાત વધુ ભયાનક બની રહ્યું છે.
વાવાઝોડાએ પોતાનુ ભયાવહ સ્વરુપ ધારણ કર્યુંઃ વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. SDRF અને NDRFની ટીમો વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ છે. લગભગ આ વાવાઝોડાને કારણે 16 લાખ લોકો પ્રભાવીત છે. 15 જુને આ વાવાઝોડુ જખૌથી પસાર થશે. બીજી બાજુ કચ્છમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના બંદરો પર 10 નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સુચવે છે આ વાવાઝોડાએ પોતાનુ ભયાવહ સ્વરુપ ધારણ કર્યું છે. દરિયાકાંઠે હાલ 30 ફુટ ઉંચા મોજા ઊછળી રહ્યાં છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023
PMએ કર્યો CMને ફોનઃ આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી આ ચક્રવાત પર ચાપતી નજર રાખી રહ્યાં છે. વાવાઝોડાને લઈને તેઓએ સોમવારે હાઈલેવલ મીટીંગ બોલાવી હતી. તેમને કાલે મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનીક વાતચીત કરીને સ્થિતીનો તાગ મેળવ્યો હતો આ સાથે તેમને જરુરી તમામ સહાયનુ આશ્વાશન પણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ