Breaking News : કેજરીવાલ સરકારના વિવાદિત મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું લેવાયું રાજીનામું


દિલ્હીની આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સરકારના વિવાદિત મંત્રી રાજેન્દ્ર ગૌતમ પાલ પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે. તેઓએ હિન્દૂ સમાજની વિરૂધ્ધ લોકોને શપથ લેવડાવ્યા હતા જે અંગેનો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ઉગ્ર રોષ વ્યાપ્યો હતો આજે ઠેરઠેરથી આ બાબતને લઈ અરવિંદ કેજરીવાલની ટીકા થઈ રહી હતી. રાજેન્દ્ર પાલ ગૌતમે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજેન્દ્ર પાલ ગૌતમ AAP સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં, ભાજપ દ્વારા એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ શપથ લેવા બદલ AAP સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તે જ સમયે, સરકારે તેના મંત્રી પાસેથી ખુલાસો પણ માંગ્યો હતો.
વાયરલ વીડિયોમાં લેવાતી શપથ શું હતી ?
તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક બૌદ્ધ સંત સેંકડો લોકોને હિંદુમાંથી બૌદ્ધ ધર્મમાં ફેરવી રહ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હતા. વીડિયોમાં દરેકને એવું કહેતા સાંભળી શકાય છે કે, “હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિશ્વાસ નહીં કરું. હું રામ અને કૃષ્ણની પૂજા નહીં કરું. હું કોઈ હિંદુ દેવતામાં વિશ્વાસ નહીં કરું.