ટોપ ન્યૂઝનેશનલ

breaking news: ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ કર્યાં જાહેર, જાણો નવી ટીમમાં કોને કોને સામેલ કરાયા ?

Text To Speech

ભાજપ જોરશોરથી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરી રહી છે. ચૂંટણીને લઈનેપાર્ટીમાં અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. બીજેપી રાષ્ટ્રીય જેપી નડ્ડાએ વધુ એક મોટો ફેરફાર કરતા નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે. જેમાં પંજાબના તરુણ ચુગને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, પંજાબમાંથી જ નરેન્દ્ર સિંહ રૈનાને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.

લોકસભા 2024 પહેલા ભાજપે નવી ટીમ જાહેર કરી

ભાજપના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની જાહેરાત કરી છે. જેમાં  સંજય બાંડી અને અનિલ એન્ટોની સહિત ઘણાને જવાબદારી મળી છે.  લોકસભા 2024 પહેલા ભાજપે નવી ટીમ જાહેર કરી છે. જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામા આવી છે. તેમજ 13 રાષ્ટ્રીય સાચીવોની પણ નવી નિમણૂક કરવામા આવી છે.

BJP નવી ટીમ-humdekhengenews

ભાજપની આ નવી ટીમમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન નહીં

બી આર સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે યથાવત રહેશે તેમજ શિવ પ્રકાશ સહ સંગઠન મહામંત્રી બનશે, જ્યારે રમણસિંહ, વસુંધરા રાજે રઘુવરદાસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે. કૈલાશ વિજય વર્ગીસ ને રાષ્ટ્રીય મહામંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભાજપની આ નવી ટીમમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન મળ્યું નથી.

BJP નવી ટીમ-humdekhengenews

 આ પણ વાંચો : રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ પડશે કે નહીં ?

આ નવા ચહેરાઓને સોંપાઈ જવાબદારી

Bjpએ રાષ્ટ્રીય પદાધિકારીઓની જાહેરાત કરી છે. જેમાં યુપીમાંથી નવા ચહેરાઓમાં મહાસચિવ તરીકે ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ અને ઉપપ્રમુખ તરીકે ડૉ. લક્ષ્મીકાંત વાજપેયીનો સમાવેશ થાય છે.સુનીલ બંસલ, અરુણ સિંહ પણ જનરલ સેક્રેટરી. રેખા વર્મા, તારિક મન્સૂર (Mlc) પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : રાજ્યમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગે બોલાવી તવાઈ, આટલા બેનામી વ્યવહારો ઝડપાયા

Back to top button