ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

Breaking News: ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ ફંટાશે! શું કહ્યુ હવામાન વિભાગે?

Text To Speech
  • અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ફંટાવાની સંભાવના
  • શું વાવાઝોડું ફંટાશે પાકિસ્તાન તરફ?
  • શું રહ્યું હવામાન વિભાગે?

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું અત્યારે મધદરિયે સ્થિર થઈ ગયું છે અને પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ગાંધીનગરહવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે પણ 10-11 જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

‘બિપરજોય’ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. જો કે, તે સંપૂર્ણ 8 દિવસ મોડું પડી ગયું છે, પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે.

કેરળમાં વાદળ બંધાયા

કેરળની સમાંતર જ્યાંથી વાવાઝોડું પસાર થયું હતું તે સ્થાનો વાદળછાયા બની ગયા છે. આથી બુધવારે કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ થયો હતો. ગુરુવારે પણ વરસાદ ચાલુ રહી શકે છે. બીજી તરફ બંગાળની ખાડી પર ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. જેના કારણે ચોમાસાની પૂર્વ રેખા આગામી 24 કલાકમાં પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

Back to top button