Breaking News : કોંગ્રેસને મોટો ઝટકો, નવીન જિંદાલનું રાજીનામું, BJPમાં જોડાયા


નવી દિલ્હી, 24 માર્ચ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમના નેતા અને પૂર્વ સાંસદ નવીન જિંદાલ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આના થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેણે X (અગાઉનું ટ્વિટર) પર ટ્વિટ કર્યું કે મેં 10 વર્ષ સુધી કુરુક્ષેત્રથી સાંસદ તરીકે સંસદમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું. હું કોંગ્રેસ નેતૃત્વ અને તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો આભાર માનું છું. આજે હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
કુરુક્ષેત્રમાંથી મળી શકે છે ટિકીટ
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ ભાજપમાં જોડાયા છે. આજે રવિવારે તેઓ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું હતું. એવી ચર્ચા છે કે ભાજપ તેમને કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી ટિકિટ આપી શકે છે. કુરુક્ષેત્રથી નવીન જિંદાલને ટિકિટ આપવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ નવીન જિંદાલ કોંગ્રેસની ટિકિટ પર સતત બે વખત કુરુક્ષેત્રથી સાંસદ રહ્યા છે. નવીન જિંદાલ પ્રોફેશનલ ખેલાડી પણ રહી ચૂક્યા છે. તમામ દેશવાસીઓને રાષ્ટ્રધ્વજ અને ત્રિરંગો ફરકાવવાનો અધિકાર આપવા માટે તેમને યાદ કરવામાં આવે છે.