BREAKING NEWS : કચ્છમાં પાલિકા પ્રમુખ પર હુમલો…!


કચ્છના ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર ગૌ રક્ષકનો હુમલો કરવામા આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાં ઉશ્કેરાયેલા ગૌરક્ષકે પાલિકા પ્રમુખને માર માર્યો હતો.
કચ્છના ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર ગૌ રક્ષકનો હુમલો#Kutch #BREAKING #BreakingNews #kutchnews #news #newsupdate #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/RBltZX4P2E
— Hum Dekhenge News (@humdekhengenews) September 6, 2023
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભૂજના નાગરો ડમ્પીંગ સાઇટ પર વીજ શૉક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતા. ત્યારે ગૌરક્ષકો ગાયોના મૃત્યુથી નારાજ હતા જેના કારણે ગૌરક્ષકે હિંસાત્મક વલણ અપનાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેમકે હવે નનગરપાલિકાના પ્રમુખ આ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ પર હુમલો, 25 સામે ફરિયાદ, 10 લોકોની અટકાયત