ટોપ ન્યૂઝ

Breaking News : સુરતમાં આપના નેતા મનોજ સોરઠીયા ઉપર હુમલો

Text To Speech

ગુજરાતની આર્થિક રાજધાની સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતા મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મોડી સાંજે બનેલી ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ સુરતના સીમાડા નાકા વિસ્તારમાં બન્યો હોવાની પ્રાથમિક માહીતી હાલ મળી રહી છે.

આમ આદમી પાર્ટી માટે સુરત એપી સેન્ટર

મળતી માહિતી મુજબ ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય સ્ટંટબાજી અને શાબ્દિક તથા શારીરિક પ્રહારોની ઘટના સતત વધતી જઈ રહી છે. ત્યારે આજે મંગળવારે મોડી સાંજે સુરત કે જે આમ આદમી પાર્ટી માટે એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે ત્યાં આપના મોટા ગજાના નેતા મનોજ સોરઠીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શહેરના સીમાડા વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે ખળભળાટ મચી ગઈ છે. આ બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યમાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મનોજભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને હુમલો કોણે કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આપ દ્વારા ફેસબૂક વીડિયો મારફત ભાજપ ઉપર લગાવવામાં આવ્યો આરોપ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર સીમાડા વિસ્તારમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મનોજ સોરઠિયા અમદાવાદથી સુરત ગણેશ મંડપની તૈયારીની સમીક્ષા કરવા માટે ગયા હતા. એટલામાં કેટલાક લોકોએ હાથમાં લાકડી તેઈને તેમના પર હુમલો કરી દીધો હતો. આમ આદમી પાર્ટી દ્વારા ફેસબુક પર લાઈવ કરીને આ અંગે જણાવવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું છે કે, ‘સુરતમાં આપના કાર્યકર્તાઓ દ્વારા ગણેશ મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત લેવા મનોજ સોરઠિયા આવ્યા હતા. તેઓ મંડપની તૈયારીની સમીક્ષા કરી રહ્યા હતા. તેમની સાથે સુરતના આપના મંત્રી પરિમલભાઈ પણ રાઉન્ડ મારવા ગયા હતા. વીડિયોમાં વધુમાં કહેવાયું છે કે, ‘આ સમયે અમુક ભાજપના અસામાજિક તત્વો પહેલાથી તૈયાર હતા. તેમણે મનોજભાઈના ચશ્મા ખેંચી લીધા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો અને સીધો જ હુમલો કરી લીધો. લાકડાના ફટકા મારવા લાગ્યા. અમે વચ્ચે પડ્યા છતાં મોટું ટોળું હતું. 8થી 10 જેટલા લોકો હતા. જેમાં દિનેશ દેસાઈ નામનો માથાભારે વ્યક્તિ પણ હતો. તેણે હુમલો કર્યો, તેની સાથે બીજા દારૂ પીધેલા લોકો હતા. અમને બધા લોકોને મારવાનો પ્રયાસ કર્યો. તેમણે મનોજભાઈને ટાર્ગેટ બનાવ્યા અને માથામાં ઘા માર્યો અને તેમને મારી નાખવા આખી તરકીબ બનાવી હતી.

આપ નેતા ઉપર થયેલા હુમલાને અરવિંદ કેજરીવાલે વખોડી કાઢ્યો

મનોજ સોરઠીયા ઉપર થયેલા હુમલા અંગે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

 

 

 

Back to top button