ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન, ડેન્ગ્યૂને કારણે થયું મોત


અમદાવાદઃ ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યૂને કારણે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ગુજરાતના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર છે. 3 દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા. જો કે, અચાનક તેમની તબિયત લથડતા તેમનું અવસાન થયું હતું. આજે બપોરે 3 વાગ્યે તેમના સાબરમતી સ્થિત ઘરેથી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
આશિષ શાહ રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઘણું મોટું નામ ધરાવે છે. તેમના પ્રોજેક્ટ્સ રહેણાંક અને વેપારીઓ માટે વૈભવી જગ્યાઓમાં બનાવવામાં આવે છે. અમદાવાદનો અગોરા મોલ તેમનો પ્રોજેક્ટ હતો. તે ફક્ત ધ ક્લાસ માટેના લિમિટેડ એડિશન વિલા (શ્રી બાલાજી ગ્રીન વેલી) માટે પ્રખ્યાત છે. તેમની અસાધારણ મહત્વાકાંક્ષી દ્રષ્ટિ અને મિશનને ધ્યાનમાં રાખીને તેઓ અમદાવાદ, મહેસાણા, વડોદરા અને મુંબઈમાં વૈભવી રિયલ એસ્ટેટના બજારમાં તેમની કુશળતાનો ઉપયોગ કરીને વિસ્તારી રહ્યા હતા.
