કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ! દારૂ સમજીને કેમિકલ ગટગટાવતા બેના મોત

પોરબંદર: રાજ્યમાં લઠ્ઠાકાંડ અને કેમિકલકાંડના બનાવો સમયાંતર સામે આવતા રહે છે. એક વખત ફરીથી નશા માટે વપરાતા માદક પદાર્થના કારણે બે લોકોના મોત થયા છે તો ચાર લોકોને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે, પોરબંદરમાં દારૂ સમજીને કેમિકલ પીવાથી બે લોકોના મોત થયા છે. જોકે, એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ બધું ક્લિયર થશે કે આ બંને લોકોના મોત કેમિકલ ગટગટાવવાથી થયા છે કે પછી ઝેરી લઠ્ઠો પીવાથી થયા છે.

પોરબંદરમાં આજે વહેલી સવારે નશાયુક્ત ઝેરી પ્રવાહી પી લેતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પાંચ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.

આ અંગેની માહિતી અનુસાર, પોરબંદરના સુભાષનગર વિસ્તારની વહેલી સવારની ઘટના છે. નશીલાં કેમિકલ પીવાથી વિઠ્ઠલ પરમાર તથા સુરેશ જેબર નામના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ ઘટનમાં અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. બે મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આ અચાનક બનેલી ઘટનાને કારણે આખા પંથકમાં શોક સાથે ડરનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો-એકવાર ફરીથી રાજ્યમાં વધી રહ્યું છે વરસાદનું જોર; હવામાન વિભાગે કહ્યું- અતિભારે વરસાદ…

પોરબંદર સીટી ડીવાયએસપી, નીલમ ગોસ્વામીએ આ અંગે વિગતો આપતા જણાવ્યુ કે,ગત બે તારીખના રોજ સુભાષનગરમાંથી પિલાઝામાં ચાર ઇસમો માછીમારી કરવા ગયા હતા. આ લોકોને માછીમારી દરમિયાન પાંચ લિટરનું સીલબંધ પ્રવાહી ભરેલું કેન મળ્યુ હતુ. તેઓએ તે કેન ખોલીને જોયું તો તેમા પ્રવાહી ભરેલું હતુ.

આ કેમિકલ સુરેશભાઇ નામના વ્યક્તિએ ટેસ્ટ કર્યું હતુ. જે બાદ તેમણે અન્યને પણ આ ટેસ્ટ કરાવ્યું. તો તેને ગળામાં બળતરા થવા લાગી હતી. તે વ્યક્તિએ ટેસ્ટ કરીને કહ્યું કે, આ દારૂ નથી પરંતુ બીજું કોઇ પ્રવાહી છે. જેથી ન પીવું જોઇએ. પરંતુ સુરેશભાઇ અને વિઠ્ઠલભાઇએ આ પ્રવાહીને બે દિવસ સુધી થોડા થોડા પ્રમાણમાં પીધુ હતુ. જેથી બંનેના મોત થયા છે.

તેમજ આ બંનેએ જે પણ લોકોને આ કેમિકલ ટેસ્ટ કરવા માટે આપ્યું હતુ તે બધાને સામેથી બોલાવીને સારવાર કરાવામાં આવી રહી છે. ડોક્ટરે તેમની તપાસ કરી લીધી છે. પોલીસે પ્રવાહીવાળું કેન કબજે કરી લીધું છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો-બે મહિનાથી પણ ઓછા સમયમાં 7 આતંકી ATSના શિકંજામાં; થઇ શકે છે વધુ ધરપકડો

Back to top button