કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Breaking News: કચ્છમાં કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના, 10 શ્રમિક દાઝ્યા

Text To Speech

ભૂજ, 14 જાન્યુઆરી, 2024ઃ રવિવારે 14 જાન્યુઆરીને મોડી સાંજે કચ્છમાં અંજારસ્થિત કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના સર્જાતા ઓછામાં ઓછા 10 શ્રમિક દાઝી ગયા હોવાનું જાણવા મળે છે.

અહેવાલ મુજબ સ્ટીલ કંપનીના ફર્નેશમાં બ્લાસ્ટ થતાં સ્ટીલ બહાર ઢોળાવા લાગ્યું હતું જેને કારણે સાતથી દસ શ્રમિકો દાઝી ગયા હતા. જોકે, રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

દાઝેલા શ્રમિકોમાંથી કેટલાકને રાજકોટ અને કેટલાકને અમદાવાદ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

એક સમાચાર ચૅનલમાં કચ્છ (પૂર્વ)ના પોલીસ વડા સાગર બગમારને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, પીગળેલું સ્ટીલ ફર્નેશમાંથી બહાર ઢોળાયું હતું અને ત્યાં કામ કરી રહેલા સાત કામદારો દાઝી ગયા હતા.

વધુ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.

Back to top button