BREAKING NEWS : સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા યુવક દાઝ્યો
સમગ્ર દેશમાં આજે ક્રિષ્નજન્મની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ક્રિષ્ન મંદિરોમાં ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે સ્કુલ કોલેજોમાં પણ જનમાષ્ટમીને લઈને અનેક કાર્યક્રમો રાખવામા આવ્યા છે. ત્યારે સુરતમાં દહીંહાંડી કાર્યક્રમમાં સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો છે. દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરતી વખતે મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતાં યુવકનો ચહેરો દાઝ્યો હતો.
દહીંહાંડીના કાર્યક્રમમાં યુવક દાઝ્યો
સુરત શહેરમાં ચારેતરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજ કેમ્પસ, સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો. આ દરમિયાન જ યુવકનો ચહેરો દાઝી ગયો હતો. જો કે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી. પરંતુ આગને પગલે નીચે ઊભેલા યુવકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
આ પણ વાંચો : કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તોમાં અનેરો થનગનાટ, શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનો જમાવડો