કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

Breaking News : રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ TPO સહિત 4 અધિકારીઓની ધરપકડ

Text To Speech

રાજકોટ, 30 મે : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તેની વચ્ચે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ચાર અધિકારીઓની ધરકપડ કરવામાં આવી છે. અગાઉ આ ચાર અધિકારીઓને એસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે ચારેય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેના બાદ પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેયની ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Back to top button