

એશિયા કપની બીજી મેચ અને ઇન્ડિયાની પ્રથમ મેચ દુબઈ માં રમાઈ હતી.અને આ મેચમાં વિરાટ કોહલી 36 રન અને હાર્દિક પંડયાની તુફાની બેટિંગથી ભારત અને પાકિસ્તાનની આ મેચમાં ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી.અને આ મેચમાં રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાની બેટીંગે આ મેચને વિજય તરફ આગળ વધાર્યો હતો.
હાર્દિક અને રવીન્દ્ર જાડેજા ની શાનદાર બેટિંગ
એશિયા કપની આ મેચમાં હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ દ્વારા ભારતનો પાકિસ્તાન સામે શાનદાર વિજય પ્રાપ્ત થયો હતો.અને આ મેચમાં હાર્દિક પંડયા દ્વારા 17 બોલમાં 33 રન અને રવીદ્ર જાડેજા દ્વારા 29 બોલમાં 35 રન કર્યા હતાં.