અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત

Text To Speech

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસમાતની વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદના બાવળા બગોદરા નજીક ગંભીર અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બમની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બીજી તરફ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતને કારણે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

 અમદાવાદ અક્સમાત-humdekhengenews

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ: આ કેસમાં ન્યાયાધીશો રહ્યા છે ચર્ચામાં

ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરતા સર્જાયો અક્સમાત

જાણવા મળી રહ્યું છે કે આ તમામ લોકો  ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરી  રહ્યા હતા. આ દરમિયાન બગોદરા પાસે  છોટા હાથી અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 10 વ્યક્તિના  ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.   અકસ્માતમાં મોતને ભેટનારા લોકો  ખેડા જિલ્લાના કપડવંજના સુણદા ગામના રહેવાસી  હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય લોકોની હાલત પણ ગંભર હોવાનું જાણવા મળી રહ્યું છે.  જેથી  મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

 

કેવી  રીતે સર્જાયો અકસ્માત ? 

કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા, અને ચોટીલાથી પરત ફરતા બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. આ દરમિયાન અચાનક પંચર પડેલ ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા અક્સમાત સર્જાયો હતો. આ ગંભીર અક્સમાતમાં 10 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને અમદાવાદ  હોસ્પિટલ ખસેડાયા

આ ગોઝારા અક્સમાતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં અને પાંચ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અક્સમાતમાં કુલ આઠ લોકો હાલ ઇજાગ્રસ્ત થયા છે.

 પોલીસ ઘટના સ્થળે પહોંચી 

અકસ્માતની આ ઘટના અંગે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી છે.

 અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત  કર્યું 

બાવળામાં અકસ્માતને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલએ કર્યું ટ્વિટ

અમદાવાદ ગ્રામ્ય એસપીએ આપ્યું  નિવેદન 

અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત એન. વસાવાએ બાવળા-બગોદરા હાઇવે અકસ્માત અંગે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે -“આજે દિવસના સમયે એક ઘટના બની હતી જેમાં પંચર પડતાં એક ટ્રક રોડ કિનારે ઉભી હતી અને એક વાહન અમદાવાદથી રાજકોટ જઈ રહ્યું હતું અને વાહનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ખેડા ગામના વતની છે.વાહન અથડાયું હતું.રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે જે મુસાફરોના મોત નીપજ્યું હતું.પાંચ મહિલાઓ, બે પુરૂષ અને ત્રણ બાળકો સહિત કુલ દસ લોકોના મોત થયા છે.અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને RTO અને NHAI પણ તેમાં સામેલ છે.કુલ વાહનમાં 23 લોકો સવાર હતા,જેમાંથી બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.”

આ પણ વાંચો : BREAKING: સુરતની એક બેન્કમાંથી 13 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, લૂંટના CCTV આવ્યા સામે

Back to top button