ગુજરાતટોપ ન્યૂઝ

BREAKING : ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાઈ, 8લોકો ડૂબ્યા

Text To Speech
  • ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાતા અકસ્માત
  • દરિયામાં 8 જેટલા લોકો ડૂબ્યા હતા , તમામ લોકોનું સ્થાનિક માછીમારો દ્વારા કરાયું રેસ્કયું
  • સદ નસીબે ઘટના માં કોઈ જાન હાની નહિ

દેવભૂમિ દ્વારકાનાં ઓખાના દરિયામાં શિપે ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે.જેમાં દરિયામાં 8 જેટલા લોકો ડૂબ્યા હોવાથી 108ની ટીમ મદદ માટે આવી પહોંચી હતી. અને તમામ લોકોને બચાવીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો : ગુજરાત ATS એ ફરી ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની અટકાયત કરી, જાણો શું છે સમગ્ર મામલો

ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાઈ

પ્રાપ્ત વિગતો મુજબ ઓખાના દરિયામાં માછીમારી કરતી બોટ શિપ સાથે અથડાતા અકસ્માત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ઘટનામાં 8 જેટલા લોકો દરિયામાં ડૂબ્યા હતા. આ તમામ લોકોનું સ્થાનિક માછીમારો દ્વારા રેસ્કયું કરાયું હતું. અને આ તમામ લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાન હાની ના અહેવાલ નથીં, જો કે 2 લોકોને સામાન્ય ઇજા થયાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં બોટને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : આજે તથ્ય પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો

Back to top button