ગુજરાતટોપ ન્યૂઝ

ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત

Text To Speech

ભરૂચ :  ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસની આટ આટલી કડક કાર્યવાહી કરવા છતાં કારચાલકો બેફામ રીતે ગાડીઓ હંકારી રહ્યા છે. જેને કારણે અનેક પરીવારોના દિપકો ઓલવાઈ રહ્યા છે. ત્યારે આજે ભરુચના હાંસોટના અલવા ગામ પાસે ગમખ્વાર અક્સમાતની ઘટના સામે આવી છે. જેમાં બે કાર સામ સામે ટકરાતા બંને કારના ફુરચેફુરચા નીકળી ગયા છે.

ભરૂચના હાંસોટના અલવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત

પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. જ્યારે કારમાં સવાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનામાં 3 મહિલા અને 1 પુરુષના મોત

આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરુષ મહિલા ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. ઘટનાને પગલે હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ફરી અંજુ વાળી થઈ! 2 બાળકોની માતા પ્રેમી સાથે વિદેશ ભાગી, બુરખામાં પતિને મોકલી તસવીરો

Back to top button