વરસાદમાં ચા સાથે ભજિયાંનો નાસ્તો પડી શકે છે ભારે, થઈ શકે છે આ બીમારી
HD ન્યૂઝ ડેસ્ક, 26 જૂન, મોટાભાગના લોકોને વરસાદમાં ચા સાથે ભજિયાં ખાવાનું પસંદ હોય છે. આ સિઝનમાં લોકો ચાની ચૂસકીનો આનંદ વધારે લેતા હોય છે અને સાથે ભજિયાંની ડિમાન્ડ ઘણી વધી જાય છે. અને લોકો આ નાસ્તો ઘરે જ નહીં બહાર પણ ખાઈ લે છે. લોકોને લાગે છે કે ચા સાથે પકોડા ભજીયા ખાવા એ એક ઉત્તમ ફૂડ કોમ્બિનેશન છે, પરંતુ સત્ય તદ્દન અલગ છે. નિષ્ણાતોના મતે, ચા સાથે તળેલા ખોરાકનું મિશ્રણ સારું માનવામાં આવતું નથી. ઘણા સંશોધનોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચા સાથે ભજિયાં ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ખોટું ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક
ચોમાસાના આગમનની સાથે જ લોકો ખાણી-પીણીની મજા લેવાનું શરૂ કરી દે છે, પરંતુ આ સમય દરમિયાન સાવધાની રાખવી જોઈએ. વરસાદની ઋતુમાં ખોટું ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ચા સાથે ભજિયાં ખાવા ખૂબ જ સામાન્ય છે, પરંતુ આ ફૂડ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. ભજિયાં ડીપ ફ્રાઈડ હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે. ચા સાથે ભજિયાં ખાવાથી લોકોનું પાચનતંત્ર બગડી શકે છે. વરસાદની ઋતુમાં મેટાબોલિઝમ પણ ધીમી પડી જાય છે, જેના કારણે સમસ્યા વધુ વધી શકે છે. ચણાના લોટના ભજિયાં ખાવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે ચા સાથે ભજિયાં ખાવાથી શરીરમાં પોષણનું શોષણ ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં આ ફૂડ કોમ્બિનેશન ટાળવું જોઈએ.
ચા જોડે આ વસ્તુ ખાવાથી સમસ્યાઓનો ખતરો વધી જાય છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તળેલા ખોરાકનું વધુ પડતું સેવન કોઈપણ ઋતુમાં ફાયદાકારક ગણી શકાય નહીં. વધુ પડતું તળેલું અને તળેલા ખાદ્યપદાર્થો ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. માત્ર ભજિયાં જ નહીં પરંતુ ચા સાથે બિસ્કિટ અને જંક ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ. જેના કારણે શરીરને પોષક તત્વો ઓછાં મળે છે અને સમસ્યાઓનો ખતરો વધી જાય છે. વધુ પડતી ચા અને બિસ્કિટ ખાવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, બીપી, પેટની ચરબી, એસિડિટી અને અન્ય પાચનલક્ષી સમસ્યાઓ પણ થઈ શકે છે. વરસાદ દરમિયાન ખાવા-પીવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો..સવારે ખાલી પેટે ચા તમે તો નથી પીતા ને? થઈ શકે છે આ મોટા નુકશાન