દક્ષિણ ગુજરાત

સુરતમાં 7 બેઠકો જીતવાની વાત કરનાર ‘આપ’ ના ઘરમાં જ ભંગાણ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-2 સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. રંજન બેને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. જેની સાથે જ કામરેજમાં ભાજપની સ્થિતિ અગાઉ કરતાં પણ વધુ મજબૂત થઈ રહી છે.

આ પણ વાંચો : આવનારી ચૂંટણીમાં ટિકિટને લઈને C.R.Patil એ કર્યો ધડાકો, કોઈને ટિકિટ ન મળે તો ખોટું ન લગાડતા

આપ ને મોટું નુકસાન 

નોંધનીય છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટવાની શરૂ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ કાલે જ સુરતમાં હતા અને એવાં સમયે જ રંજન બેને પાર્ટી છોડતા આપને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉ પણ ઘણાં આપ નેતાઓ ભાજપમાં જોડાઈ ચુક્યા છે પણ હાલની સ્થિતિમાં કોઈ પણ પાર્ટીના સભ્યો તૂટવાથી મોટું નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

હજી ગઈકાલે શનિવારે જ અરવિંદ કેજરીવાલે સુરતમાં મહાઆરતીમાં લાભ લઈને પુજા અર્ચના કરીને સભાને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતમાં ખુદ ભગવાન મોજુદ છે. આમ આદમી પાર્ટી ગરીબ લોકોની સેવા કરી રહ્યું છે. તો સાથે સાથે મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી ગણેશ પુજા, પંચાયતોને લઈને આપી મોટી ગેરન્ટી

Back to top button